પોલીસને કચ્છના સમુદ્રકાંઠે બીનવારસી હાલતમાં મળ્યા 16 ચરસના પેકેટ
Live TV
-
આ તપાસમાં એટીએસની ટીમ તથા નેશનલ ઇન્વેસ્ટીગેશનની ટીમ પણ જોડાઈ ગઈ છે
પશ્ચિમ કચ્છ પોલીસ ને મોટી સફળતા મળી છે. કચ્છ ના સમુદ્રકાંઠે બીનવારસી હાલતમાં 16 ચરસના પેકેટ મળી આવ્યા છે જેની બજાર કિંમત અંદાજીત 24 લાખ રૂપિયા છે. પશ્ચિમ કચ્છ પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન નિર્જન ટાપુ પર અમુક સંદિગ્ધ પેકેટ દેખાયા હતા જેને લઈને જખૌ પોલીસ અને પશ્ચિમ SOG ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. નિર્જન સમુદ્રકાંઠે ચરસના 16 પેકેટ બીનવારસી હાલતમાં પડ્યાં હતા. પ્રાથમિક તબક્કે આ પેકેટ લાંબા સમયથી સમુદ્રના પાણીમાં તરતાં હોવાનું અને કાંઠે તણાઈ આવ્યાં હોવાનું અનુમાન છે. શેખરણ પીર વિસ્તાર સંવેદનશીલ છે અને ભૂતકાળમાં પણ લેન્ડિંગ પોઈન્ટ તરીકે તેનો ઉપયોગ થઈ ચૂકેલો છે. ત્યારે, આ પેકેટ અહીં કેવી રીતે આવ્યાં તેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાથે સાથે આ તપાસમાં એટીએસની ટીમ તથા નેશનલ ઇન્વેસ્ટીગેશનની ટીમ પણ જોડાઈ ગઈ છે
