વંદે ભારત મિશન : ઇન્ડોનેશિયામાં ફસાયેલા ભારતીયોને લઇને એર ઇન્ડિયાનું ખાસ વિમાન અમદાવાદ પહોંચ્યું
Live TV
-
વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે 38 મુસાફરો ઇન્ડોનેશિયાથી આવી પહોંચ્યા હતા. આ તમામ મુસાફરોનું એરપોર્ટ ઉપર જ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ વિમાન બેંગલુરું થઇને અમદાવાદ પહોંચ્યું હતુ. જેમાં કુલ 243 મુસાફરોને ભારત લાવવામાં આવ્યા છે.
કોરોના વાયરસ વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. ' વંદે ભારત મિશન' હેઠળ 16થી 22 મે દરમિયાન બીજા તબક્કા હેઠળ 31 દેશમાં ફસેયેલા ભારતીયોને 149 ફ્લાઈટ મારફતે પરત લાવવાનું કામ હાથ ધરાયું છે.
એર ઇન્ડિયા અને સહયોગી એર ઇન્ડિયા એક્સપ્રેસે વંદે ભારત મિશન હેઠળ પહેલા પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઈટ મારફતે વિદેશમાં ફસાયેલા 6037 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. 7 મે થી 14 મે દરમિયાન 64 ફ્લાઈટ ઉડાવાશે જે મારફતે 12 દેશમાં ફસાયેલા 15 હજાર ભારતીયોને પરત લાવવામાં આવશે.
કોરોના વાયરસના પગલે 25 માર્ચથી ભારતમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને 149 ફ્લાઇટ મારફતે ભારત પરત લાવવામાં આવશે. આ ફ્લાઇટ 13 અમેરિકા, 11 UAE, 10 કેનેડા, 9 સાઉદી અરબ, 9 યુકે, 8 મલેશિયા, 8 ઓમાન, 7 કઝાકિસ્તાન, 7 ઓસ્ટ્રેલિયા, 6 યુક્રેન, 6 કતર, 6 ઇન્ડોનેશિયા, 6 રશિયા, 5 ફિલાપાઇન્સ, 4 ફ્રાન્સ, 4 સિંગાપુર, 4 આઇલેન્ડ, 4 કર્ગિસ્તાન, 3 કુવૈત, 3 જાપાન, 2 જ્યોર્જિયા, 2 જર્મની, 2 તાજીકિસ્તાન, 2 બહેરીન, 2 આર્મેનિયા, 1 થાઇલેન્ડ, 1 ઇટલી, 1 નેપાળ, 1 બેલારૂસ, 1 નાઇઝીરીયા, 1 બાંગ્લાદેશ એમ કુલ 149 ખાસ ફ્લાઇટ મારફતે ભારતીયોને પરત લવાશે
