Skip to main content
Settings Settings for Dark

પોસ્ટકાર્ડે પૂર્ણ કરી 157 વર્ષની સફર

Live TV

X
  • પોસ્ટકાર્ડે 1 ઑક્ટોબર, 2026ના રોજ વૈશ્વિક સ્તરે 157 વર્ષની સફર પૂર્ણ કરી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વિશ્વનું પ્રથમ પોસ્ટકાર્ડ 1 ઑક્ટોબર, 1869ના રોજ ઑસ્ટ્રિયામાં જારી થયું હતું.

    પીળા રંગનું પ્રથમ પોસ્ટકાર્ડ 122 મિલીમીટર લાંબું અને 85 મિલીમીટર પહોળું હતું.ભારતમાં પ્રથમ પોસ્ટકાર્ડ 1879માં જારી કરવામાં આવ્યું હતું. તેની કિંમત 3 પૈસા હતી. સમય જતાં પોસ્ટકાર્ડ લગ્ન-વિવાહ, શુભેચ્છાઓ તેમજ વિવિધ સામાજિક અને આંદોલનાત્મક પ્રવૃત્તિઓમાં સંદેશાવ્યવહારનું મહત્વનું માધ્યમ બન્યું હતું.પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, 20 ડિસેમ્બર, 2024થી પોસ્ટકાર્ડની વિવિધ શ્રેણીઓને એકીકૃત કરીને એક જ ‘પોસ્ટકાર્ડ’ શ્રેણીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઑક્ટોબર 2025માં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ‘ધન્યવાદ પોસ્ટકાર્ડ અભિયાન’માં ગુજરાતના નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply