Skip to main content
Settings Settings for Dark

વલસાડના ધનસુખભાઈ મિસ્ત્રીએ ઘરનો મોટો હિસ્સો ‘ગાંધી મંદિર’માં ફેરવ્યો

Live TV

X
  • મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતી નિમિત્તે વલસાડના ગાંધીપ્રેમી ધનસુખભાઈ આર. મિસ્ત્રીની ગાંધીજી પ્રત્યેની અનોખી ભાવના સામે આવી છે.

    તેમણે પોતાના બંગલાનો મોટો હિસ્સો ગાંધી મ્યુઝિયમ માટે સમર્પિત કરી તેને ‘ગાંધી મંદિર’ નામ આપ્યું છે.ધનસુખભાઈએ છેલ્લા 30 વર્ષ દરમિયાન દેશ-વિદેશના પ્રવાસો કરીને ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી દુર્લભ ચીજવસ્તુઓ અને સ્મૃતિચિહ્નોનો સંગ્રહ કર્યો છે. તેમણે ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકાની પણ મુલાકાત લીધી હતી. આ સંગ્રહ વધતાં તેમણે પોતાના રહેઠાણની જગ્યા ઓછી કરીને બંગલામાં જ ગાંધી મ્યુઝિયમ બનાવ્યું.‘ગાંધી મંદિર’માં ગાંધીજીના જીવનના વિવિધ પ્રસંગો સાથે સંકળાયેલી ચીજવસ્તુઓને વિષયવાર ગોઠવવામાં આવી છે. ધનસુખભાઈનું માનવું છે કે વિદ્યાર્થીઓ મ્યુઝિયમની મુલાકાત લઈને ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોને વધુ અસરકારક રીતે સમજી શકે છે.વધતી ઉંમરને પગલે ધનસુખભાઈની ઇચ્છા છે કે તેમનો દુર્લભ સંગ્રહ ભાવિ પેઢીઓ સુધી સચવાઈ રહે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સાબરમતી આશ્રમના વિસ્તરણમાં તેમના સંગ્રહને સ્થાન મળે, જેથી ગાંધીજીના જીવન અને વિચારોનો સંદેશ વિશ્વ સુધી પહોંચતો રહે.‘ગાંધી મંદિર’ની મુલાકાત લેનાર મહાનુભાવોમાં તુષાર ગાંધી, નીલમ પરીખ, ગાફુરભાઈ બિલખિયા, કનુભાઈ દેસાઈ, ધવલભાઈ પટેલ સહિત અનેક જાણીતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply