Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તા વિતરણનો કાર્યક્રમ કૃષિવિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે યોજાયો

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે કૃષિ સખી અને પ્રગતિશીલ ખેડૂતોને સર્ટિફિકેટ વિતરણ

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તા વિતરણના જીવંત કાર્યક્રમ કૃષિવિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નીમુબેન બાંભણિયા, કેન્દ્રીય મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા બાબતો મંત્રાલય ભારત સરકાર ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીના હસ્તે કૃષિ સખી અને પ્રગતિશીલ ખેડૂતોને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમજ ગણપત યુનવર્સિટીના ફૂડ પ્રોગ્રામની કોફી બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું.

    પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્રીયમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ''ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગ રૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે 100% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે. જેમાં 2 હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ ત્રણ સમાન હપ્તામાં 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા અત્યાર સુધી આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 16 હપ્તાનો ડીબીટી દ્વારા લાભ આપવામાં આવેલ છે. 18 જૂનના રોજ 17મો હપ્તો સમગ્ર ભારતભરમાં રીલીઝ થયો છે.''

    અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં કુલ 316645 ખેડૂતોને કુલ 16 હપ્તા, 826.90 કરોડ રૂપિયા અને 17મા હપ્તામાં કુલ 230039 ખેડૂતોને કુલ 49.38 કરોડ એમ કુલ મળીને 17મા હપ્તા સહિત કુલ 876.28 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 6523864 ખેડૂતોને કુલ17810.13 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.

    નીમુબેન બાંભણિયા, કેન્દ્રીય મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા બાબતો મંત્રાલય ભારત સરકાર; સાગરભાઈ રાયકા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બક્ષીપંચ મોરચો બીજેપી, તૃષાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ, ડો. જૈસમિન હસરત જિલ્લા વિકાસ અધિકારી, હરિભાઈ પટેલ સાંસદ મહેસાણા, ડો.મહેન્દ્ર શર્મા પ્રો.ચાન્સેલર અને ડાયરેકટર જનરલ ગણપત યુનવર્સિટી, સોમભાઈ રાયકા નિયામક કૃષિ વિકાસ કેન્દ્ર ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply