Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના વિષે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં સૌથી વધુ જાગૃતિ  

Live TV

X
  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ખેડૂતોને જે લાભ મળવાનો છે તે અંગે સૌથી વધુ જાગૃતિ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ લેવા માટે અરજી કરનારા ખેડૂતો સૌથી વધુ સાંબર કાંઠામાં નોંધાતા રાજ્યમાં આ જિલ્લો પ્રથમક્રમે આવ્યો છે. બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં 3 તબક્કે સીધા જ નાણા જમા થાય તેવી યોજના સરકાર દ્વારા ચાલી રહી છે. અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતો કિસાન સન્માનવિધિ યોજનાનો લાભ લેવા અરજી કરી રહ્યા છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ કરેલી અરજી પૈકી 66 હજાર 686 અરજીઓની ડેટા એનટ્રી થઈ ચૂકી છે. ખેડૂતોએ જમીનના ઉતારા આધારકાર્ડ અને ફોટો આપવાથી ગ્રામ પંચાયતના તલાટી કમ્પ્યૂટરમાં એન્ટ્રી કરી આપશે અને પહોંચ પણ આપવામાં આવશે. એક વખત થયેલી એન્ટ્રી પાંચ વર્ષ સુધી માન્ય રહેશે. જે ખેડૂતોની અરજી વહેલી મળી છે તેમને નાણાકીય સહાય ઝડપથી મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply