પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છોટાઉદેપુર રૂ.5,206 કરોડના કામોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રીએ 22 જિલ્લાઓના 7,500 ગામડાંઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ પણ કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છોટાઉદેપુરના બોડેલી ખાતે વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી. પ્રધાનમંત્રીએ શિક્ષણ વિભાગ સહિત અન્ય વિભાગોના રૂ.5,206 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત 'મિશન સ્કૂલ ઑફ એક્સલેન્સ' અંતર્ગત રૂ.4,505 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું, જેમાં 988 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસ રૂમ, 19,600 કમ્પ્યૂટર લેબ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
ઉપરાંત પ્રધાનમંત્રીએ 22 જિલ્લાઓના 7,500 ગામડાંઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ પણ કર્યું. તો દાહોદ ખાતે 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડના ખર્ચે આકાશવાણીની એફએમ સેવાના રિલે કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતાં કહ્યું કે, ગરીબો ગરીમાપૂર્ણ જીવન જીવે તે માટે અમે કાર્ય કર્યું છે. દેશની કરોડો બહેનોને ઘર મળ્યાં છે, કરોડો ઘરોમાં પાઈપથી પાણી પહોંચી રહ્યું છે. પ્રધાનમંત્રીએ શિક્ષણ પર ભાર આપતાં જણાવ્યું કે, આ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ કામો થયાં છે.