વ્યારાના માલિવાડ વિસ્તારમાં આ વર્ષે પણ એકજ પ્રકારના આકારની ગણેશ પ્રતિમા ની સ્થાપના કરી
Live TV
-
માનેલ માનતા પૂર્ણ થતાં ભક્તો દ્વારા ચાંદી ચઢાવવામાં આવે છે.
ગણેશ પર્વને લઈને દરેક ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, ત્યારે છેલ્લા 69 વર્ષથી સતત ગણેશ ચતુર્થીના પર્વની ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરતા વ્યારાના માલિવાડ વિસ્તારમાં આવેલ ગુજરાત ગણેશ મંડળે દર વર્ષની માફક આ વર્ષે પણ એક જ પ્રકારના આકારની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી છે,
જેના પર દેશ-વિદેશના એથોનીયમ,સન ઓફ ઇન્ડિયા, સેવન્તિ બટન, જલબેરા, જીપસમ,ચાઈનીઝ ગુલાબ, ગલગોટા જેવા અનેકો ફૂલો સાથે ગણેશજીની પ્રતિમાને અનોખો શણગાર કર્યો હતો, જેને જોવા માટે અને ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તો પધાર્યા હતા.
આ ગણેશજીમાં ભક્તોની આસ્થા અતૂટ હોવાને લઈને અહીં માનેલ માનતા પૂર્ણ થતાં ભક્તો દ્વારા ચાંદી ચઢાવવામાં આવે છે, જેમાંથી મંડળના સંચાલકોએ આશરે 20 કિલોગ્રામના પગ બનાવી મૂર્તિને વધુ સુશોભીત કરી છે,
ચાંદીના પગ સાથેની ગણેશ પ્રતિમાના દર્શને પણ ઘણાખરા ભક્તો આવતા હોય છે અને પોતાની ઇચ્છીત મનોકામના માંગતા હોય છે..