ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોની હાલત કફોડી બની
Live TV
-
સુકારો નામની ફૂગના રોગથી કપાસનો છોડ સુકાય રહ્યો છે તેમજ તેનો ફાલ પણ બગડી જતા પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે.
ચોમાસા ઋતુમાં 1 માસના વિરામ બાદ ફરી ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેતરોમાં ઉભા કપાસના પાકમાં સુકારો નામની ફૂગનો રોગ જોવા મળી રહ્યો છે. આ ફૂગના રોગથી કપાસનો છોડ સુકાય રહ્યો છે તેમજ તેનો ફાલ પણ બગડી જતા પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે. આ રોગની કોઈ દવા ન હોવાથી ઓછું ઉત્પાદનની પુરી શક્યતાને પગલે ખેડૂતો ની હાલત કફોડી બની છે.
ભારતએ ખેતીપ્રધાન દેશ છે કે જ્યાં મોટાભાગના ખેડૂતો કુદરત આધારિત ખેતી કરે છે .આ વર્ષે ચોમાસાનો પ્રારંભ જોરદાર રહ્યો બાદમાં 1 માસ વરસાદ ખેંચાયો અને ત્યાર બાદ ફરી વરસાદી માહોલ જામતા હાલ ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં સારા પરંતુ અતિ વરસાદ ને પગલે અમુક રોગ પાકમાં જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કપાસના પાકમાં સુકારાના લીધે પાન લાલ થઈને ખવાય રહયા છે, તેમજ કપાસના ઝીંડવા પણ કાળા પડી રહ્યા છે. કપાસના વાવેતર માં 3 થી 4 વિણ લેવાતી હોય છે અને જે દિવાળી સુધી ચાલે છે અને ખેડૂત 1 વિઘામાં 20 થી 25 મણ પાક નો ઉતારો મેળવે છે. પરંતુ આ સુકારો નામની ફૂગ નો રોગ લાગુ પડતા હાલ ઉતારો માત્ર 5 થી 7 મણ પ્રતિ વીઘા અને એક વીણ બાદ કોઈ નવો ફાલ નહિ આવે. જેથી ખેડૂતો કપાસ ના સારા ભાવ મળે અને સર્વે કરી શક્ય હોય તો વળતર રૂપી સહાય મળે તેવી આશા કરી રહ્યા છે.