Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતની વંદનાની કળાને બિરદાવતો પત્ર લખ્યો 

Live TV

X
  • વંદનાએ દિવાળી પર પ્રધાનમંત્રી મોદીને રંગોળીની તસ્વીર મોકલી હતી તેના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ પત્ર લખ્યો છે 

    આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા જ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી લોકોને તેમના પત્રોનો જવાબ આપે છે અને તેમનું મનોબળ વધારે છે. જો કે આ વખતે પ્રધાનમંત્રીએ જે પત્રનો જવાબ આપ્યો છે તે ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં પ્રધાનમંત્રીએ આ પત્ર લખ્યો છે સુરતમાં રહેનારી વિદ્યાર્થીની વંદના માટે, જેણે દિવાળી પર પ્રધાનમંત્રીની એક ખૂબ જ સુંદર રંગોળી બનાવી તેનો ફોટો પ્રધાનમંત્રીને મોકલ્યો હતો. આમ તો વંદના ન તો સાંભળી શકે છે અને ન તો તે બોલી શકે છે. પરંતુ વંદનાએ પ્રધાનમંત્રીની જે રંગોળી બનાવી છે તે એટલી જીવંત છે, જાણે તે પોતે બોલી ઉઠશે.

    ઉજ્જવળ ભવિષ્ય માટે આપી શુભકામનાઓ 

    વંદનાને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી મોદીએ તેનો જુસ્સો વધારતા કહ્યું કે, જીવનમાં મુશ્કેલીઓ અને અડચણો આવતી રહે છે પરંતુ આપણે તે વિપરીત પરિસ્થિતિઓમાં પણ જો હિંમત ન હારીએ અને તેનો હિંમતપૂર્વક સામનો કરીએ તો હકીકતમાં એ જ આપણી જીત છે. પ્રધાનમંત્રીએ પત્રમાં આગળ વંદનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે અને સાથે જ એ આશા વ્યક્ત કરી છે કે તે શિક્ષણ અને કળાના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરે. આ પહેલા વંદનાએ પત્ર લખીને પ્રધાનમંત્રીને તેના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply