Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા  કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સમગ્ર ગુજરાતમાં PM આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા 1.3 લાખથી વધુ મકાનોનું  વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
    આ કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લાઓમાં 180 થી વધુ સ્થળોએ યોજવામાં આવશે. બનાસકાંઠાના ડીસા ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લેશે.
    રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓના હજારો લાભાર્થીઓની ભાગીદારી જોવા મળશે. 
    અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત  ગુજરાતમાં  7.64 લાખ મકાનોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં કુલ 9.61 લાખ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર કરાયેલા મકાનોમાંથી લગભગ 8.28 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે.પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ 6 લાખ 6 હજાર એકતાલીસ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 62 ટકા મકાનો મહિલાઓના નામે અથવા તો સંયુક્ત માલિકીથી મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં પાયા માળખાકીય  સુવિધાઓવાળા 5.14  લાખથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply