સેલવાસ ખાતે વસંતપંચમી પર્વને ધ્યાને લઇ સરસ્વતી માતાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ
Live TV
-
વસંતપંચમીના પર્વે મા સરસ્વતીની સ્થાપના અને આરાધનાનું મહત્વ રહેલુ છે. સેલવાસ ખાતે વસંતપંચમી પર્વને ધ્યાને લઇ સરસ્વતી માતાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
માટી ડાંગરના પુળા, વાંસ અને શણના ઉપયોગથી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. સેલવાસ ખાતે સ્થાયી થયેલા કોલકાતા, બિહાર, ઓડિશા વાસીઓ વસંતપંચમીના દિવસે મા સરસ્વતી જન્મદિવસની ઉજવણી પૂજા અર્ચના કરતા હોય છે.
