પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઑફ સક્સેસ’ કાર્યક્રમ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ , પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઑફ સક્સેસ’ કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં 20 વર્ષની આ સફળતાની ‘સમિટ ઓફ સક્સેસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રીએ સાયન્સ સીટીનું નિરીક્ષણ કર્યુ હતુ. પ્રધાનમંત્રીએ અહી રોબોટિક ગેલેરીની પણ મુલાકાત લીધી હતી અને સાયન્સ સીટીના વૈજ્ઞાનિકો સાથે પરામર્શ કર્યો હતો. મહત્વનું છે કે 28 સપ્ટેમ્બર 2003 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ કરાવ્યો તેને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ બે દાયકામાં વાઈબ્રન્ટ સમિટની નવ આવૃત્તિઓનું આયોજન થયું છે. જેમાં વિશ્વભરના દેશોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ અને થોટ લીડર્સ સહભાગી બન્યા છે. આ સમિટના માધ્યમથી ગુજરાત દુનિયાભરના ઈન્વેસ્ટર્સ માટે પસંદગીનું રાજ્ય બની ચૂક્યું છે.20 વર્ષ પૂર્ણ કરનાર પ્રથમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ બની છે..જેના કારણે દૂરદર્શિતાના માર્ગે અડીખમ રહી ગુજરાતનો વૈશ્વિક પ્રભાવ વધ્યો છે.
