10 નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલું રહેશે રણોત્સવ, ધોળાવીરા થીમ બનશે આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
10 નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલું રહેશે રણોત્સવ, ધોળાવીરા થીમ બનશે આકર્ષણનું કેન્દ્ર
'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ હંમેશા ચર્ચામાં રહે છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બરથી રણોત્સવ શરૂ થશે, ત્યારે આ વર્ષે રણોત્સવ અને ટેન્ટ સિટીમાં ધોળાવીરાનો રંગ આકર્ષણનું નવું કેન્દ્ર બનશે. વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને તેમની સંસ્કૃતિને સમજે તે માટે ધોળવીરાની થીમ રાખવામાં આવી છે. ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે. જેમાં કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસન સહિતના વિવિધ પાસાઓ ઉજાગર થશે. ટેન્ટ સીટી માટે અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગયા છે. આ વખતે ટેન્ટ પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે તો ટેન્ટ સિટીમાં ખાતે રોકાતા પ્રવાસીઓને કચ્છના વિવિધ સ્થળોના દર્શન કરાવવા માટે પણ ગત વર્ષ થી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
