પ્રધાનમંત્રી મોદી આજે ભાવનગર મુલાકાત દરમિયાન મોતીબાગ ટાઉનહોલનું કરશે લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી સુરત આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સભાસ્થળ સુધી યોજાયેલા રોડ-શોમાં સુરતની જનતા ઉમટી પડી હતી. ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગર મુલાકાત દરમિયાન 5 કરોડ 31 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા શહેરના ઐતિહાસિક મોતીબાગ ટાઉનહોલનું લોકાર્પણ કરશે. મહારાજા કૃષ્ણકુમારસિંહનો આ હોલમાં રાજ્યાભિષેક થયો હોવાથી આ હોલ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પ્રધાનમંત્રી ભાવનગર વિમાનમથકેથી સભાના સ્થળ જવાહર મેદાન જશે ત્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. આ રોડ શોના માર્ગ ઉપર 215 કલાકારો દ્વારા 8 સ્થળોએ રાઠવા નૃત્ય, ભવાઇ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
