Skip to main content
Settings Settings for Dark

પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે આજે ગાંધીનગરમાં રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ

Live TV

X
  • રાજભવન,ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે આજે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓને અનુરોધ કરતાં કહ્યું કે, રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. ભૂમિ, પર્યાવરણ, પાણી અને માનવ સ્વાસ્થ્ય માટે રાસાયણિક ખાતર ગંભીર ખતરો છે. તેમણે કૃષિ વિભાગના તમામ અધિકારીઓ-કર્મચારીઓને ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માર્ગદર્શન અને તાલીમ આપવા સૂચન કર્યું હતું.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પહેલાં પોતાના ફાર્મ; ગુરુકુલ-કુરુક્ષેત્ર, હરિયાણામાં રાસાયણિક ખેતી કરતા હતા. એક વખત એમના ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહેલો વ્યક્તિ દવા છાંટતાં બેભાન થઈ ગયો. તે દિવસથી તેમણે રાસાયણિક દવાઓ-ખાતરની ઝેરી અસરની ગંભીરતા સમજીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. તેઓ છેલ્લા નવ વર્ષથી કુરુક્ષેત્ર ફાર્મમાં પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં મબલખ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. અને એટલે જ તેઓ અન્ય તમામ લોકો પણ કલ્યાણકારી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે પરિશ્રમ કરી રહ્યા છે.

    રાજ્યપાલે કહ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધુંધ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો. રાસાયણિક ખાતરની આયાત વધતી જ જાય છે, સાથોસાથ કેન્સર જેવા જીવલેણ રોગો પણ વધતા જાય છે. વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં અન્નમાંથી 45% પોષક તત્વો ગાયબ થઈ ગયા છે. ધરતીમાં પણ પોષક તત્વો રહ્યા નથી. વધુ વિકટ પરિસ્થિતિ સર્જાય તે પહેલાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે,ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ અને તેમના હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બને અને તમામ કૃષિ યુનિવર્સિટીઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે. તેમણે કહ્યું કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવા અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નનું ઉત્પાદન કરવું એ માનવતાના કલ્યાણ અને દેશની ભલાઈનું કાર્ય છે. આ કામ પૂરી પ્રમાણિકતા અને અંતરમનથી થશે તો જ પરિણામો મળશે અને સમગ્ર દેશમાં ક્રાંતિ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply