Skip to main content
Settings Settings for Dark

રાજકોટનું ગોંડલ માર્કેટ યાર્ડ બન્યું સંપૂર્ણ ડિજિટલ

Live TV

X
  • ખેડૂતો હવે દરેક માહિતી ડિજિટલ જોઈ શકશે. માર્કેટયાર્ડમાં પ્રવેશે ત્યારથી લઈને હરાજી પ્રક્રિયા સુધીની તમામ માહિતી તેઓ મોબાઈલ ફોન પર મેળવી શકશે.આ સુવિધાથી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને લાભ થશે. સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની જણસ લઈને રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે. આ યાર્ડના સંચાલક મંડળે હવે ધરતીપુત્રોની સુવિધા માટે યાર્ડના ડિજિટલાઈઝેશન તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.  

    બે વર્ષની મહેનત પછી આ પ્રોજેક્ટ સફળ થયો છે. માત્ર ભારતની જ નહીં આ એશિયાની પ્રથમ મંડી છે જે ડિજિટલ ટેક્નોલોજી પર કામ કરે છે. જ્યારે કોઈ ખેડૂત તેમના માલ સાથે APMC (કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ) માં પ્રવેશ કરે છે, ત્યારે ખેડૂતને તે ગોંડલ APMCમાં કેટલો સામાન લાવ્યો છે તે અંગેનો સંદેશ મોબાઈલ ઉપર મળે છે.ગોંડલ માર્કેટયાર્ડ ખેડૂતો માટે અનેક સુવિધાઓ પણ વિકસાવી છે. અહીં ખેડૂતો માટે કેન્ટીન અને ગેસ્ટહાઉસની વ્યવસ્થા છે. 

    ખેડૂત એન્ટ્રી ગેટ પર સૌપ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશે. પછી વેપારી વિશેની વિગતો આપમેળે ખેડૂતના મોબાઈલ ફોન પર અપડેટ થઈ જાય છે.મેસેજમાં કિંમત સંબંધિત તમામ માહિતી મળે છે. માર્કેટ યાર્ડના સંચાલકોના મત અનુસાર ડિજિટલ વ્યવહારોના પગલે દર મહિને રૂ.20 થી 25 લાખ જેટલી બચત તો થશે જ સાથે ખેડૂતો માટે સમગ્ર વેચાણ પ્રક્રિયા સીમલેસ અને પારદર્શક પણ બનશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply