સાગર કેમ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રક લોડિંગ કરતી વખતે ધડાકા સાથે આગ લાગી
Live TV
-
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સાગર કેમ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી મિથાઈલ એસિટેટ ભરેલા ડ્રમ બહાર ઊભેલી ટ્રકમાં લોડિંગ કરતી વખતે કોઈ કારણોસર એક ડ્રમ લીકેજ થઈ જતા સોલવન્ટ એન્જિન ઉપર અથવા તો વાયરીંગ ઉપર પડતા ગરમ હોવાને કારણે શોક સર્કિટ થઈ ટ્રકમાં આગ લાગતા ધડાકા સાથે આખી ટ્રક ભડભડ સળગવા લાગી હતી બનાવને લઈ કંપની સંચાલકોએ તાત્કાલિક આગ ઓલવવાના ગોળા ટ્રક ઉપર ફેંકી આગ ઓલવવા પ્રયાસ કર્યા હતા અને ડીપીએમસીને જાણ કરતા તાત્કાલિક 10 મિનિટમાં જ ઘટના સ્થળે ફાયર ટેન્ડરો અને ફાયર ફાઈટર પહોંચી આગ ઓલવવા મથામણ શરૂ કરી દીધી હતી અને માત્ર ચાર કલાકમાં ટ્રકમાં લાગેલી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીની સાગર કેમ ઇન્ડસ્ટ્રીઝમાંથી આજરોજ એક ટ્રક ગોડાઉનની બહાર મેદાનમાં મૂકીને તેમાં મિથાઈલ એસીટેટના ડ્રમ ભરવામાં આવતા હતા .ટ્રકમાં પાછળના ભાગે ડ્રમ ચડાવતી વખતે સંજોગો વસાહત કોઈ ડ્રમમાં લીકેજ થવાના કારણે ટ્રકના કેબિનના ભાગેથી આગના ધુવાડા શરૂ થઈ જતા તાત્કાલિક આ ટ્રક જોત જોતામાં આખી ભડકે બડવા લાગી હતી. ટ્રકમાં લાગેલી આગ ઓલવવા ફાયર વિભાગએ ભારે જહેમત ઉઠાવી હતી. જેને લઇ આગ પર કાબુ મેળવી લીધો હતો .સદનસીબે ટ્રકમાં ભરેલ સોલ્વન્ટમાં લાગેલી આગને કાબૂમાં લઈ લેવાતા કોઈ જાનહાની થઈ નહીં અને આજુબાજુમાં આવેલી કંપનીઓનો પણ બચાવ થઈ ગયો હતો. આગના બનાવને લઈને જીપીસીબી , પોલીસ તંત્ર અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. તેમજ જીઆઇડીસી વિસ્તારના ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકો આવીને આગને ઑલવવા પ્રયાસ કર્યા હતા.
