Skip to main content
Settings Settings for Dark

વાલિયા તાલુકાના તુણામાં, બે અને ચમારીયામાં એક દીપડો દેખાયો.

Live TV

X
  • વાલિયા તાલુકાના તુણા અને ચમારીયા ગામે એક જ રાત્રિમાં માત્ર બે કલાકમાં ત્રણ દીપડા જોવા મળ્યા હતા. તુણાના ખેડૂત ખેતરે જતા હતા ત્યારે તેને રસ્તામાં બે દીપડા ચાલતા જોવા મળ્યા હતા જ્યારે ચમારીયા ગામે દીપડાએ બે કલાક બાદ એક પશુપાલકના નાના બાળ પશુ ઉપર હુમલો કરી શિકાર બનાવ્યું હતું. ત્યારબાદ આ દીપડો ફરી ગામની નજીક જ જોવા મળ્યો હતો.

    ચમારીયા ગામના તળાવ ફળિયામાં રહેતા રાજુ મોહન વસાવાને છ જેટલા ઢોર તેના કોડિયારામાં બાંધેલા હતા તેમાંથી ભેંસના નાના બચ્ચાને દીપડાએ રાત્રિના 11:00 વાગ્યાની આજુબાજુ હુમલો કરી શિકાર બનાવી ચમારીયા ગામના તળાવની પાળ નજીક રાત્રિના દીપડો આરામ ફરમાવતો હતો ત્યારે ગામના યુવાનોએ તેનો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાલિયાથી માત્ર 1.5 કિમી ના અંતરે ચમારીયા ગામ આવેલ છે. જેથી દીપડા માનવ વસ્તીમાં આવી જતા લોકોને ડર રાત્રીના બહાર નીકળતા લાગે છે.

    તુણા ગામના ખેડૂત હિતેન્દ્રસિંહ ગોહિલ રાત્રિના 8:30 વાગ્યે તેની ગાડી લઈ ખેતરે જતા હતા તે અરસામાં તેને રસ્તે બે દીપડા આગળ પાછળ ચાલતા જોવા મળ્યા હતા ત્યાંથી ચમારીયા ગામ જ્યાં આ ઘટના બની છે તે માત્ર બે કિલોમીટરના અંતરે અને તે રસ્તા ઉપર જ આવેલી છે એટલે આ દીપડા શિકારની લાહ્યમાં ચમારીયામાં એક પશુને હુમલો કરીને શિકાર બનાવ્યો હતો. જોકે દીપડા આવવાથી ખેડૂતોને ચોરીનો પ્રશ્ન ઘણો હલ થઈ ગયો છે અને ભૂંડનું પ્રમાણ પણ ઘટ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply