પ્લાસ્ટિક પોલ્યુશન ઘટાડવા ગુજરાત-નોર્વેની સરકાર વચ્ચે કરાર
Live TV
-
દમણગંગા અને તાપી નદીમાંથી પાણીના સેમ્પલ લઈને અદ્યતન મશીનરી દ્વારા લેબોરેટરીમાં કરાશે સંશોધન.
નોર્વેની પર્યાવરણક્ષેત્રે કામ કરતી નીવા અને ઈન્ડિયાની ટોક્સિ ક્લીન કેરી જેવી સંસ્થાઓ દ્વારા તથા નોર્વે સરકાર અને ભારત સરકાર દ્વારા પર્યાવરણ પર કામ ચાલી રહ્યું છે.જેમાં પ્લાસ્ટિક પોલ્યુશન કેવી રીતે ઘટાડવું તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રયત્નોના ભાગ રૂપે ગુજરાતમાં પણ કેમિકલ પોલ્યુશન ,પ્લાસ્ટિક વેસ્ટના રચનાત્મક નિકાલ માટે 2019 થી 2022 સુધી કરાર કરવામાં આવેલા છે. ઇન્ડો નોર્વેજિંગ પોલ્યુશન નામે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક પોલ્યુશનથી વાતાવરણમાં થતી અસર અને તેની સ્વાસ્થ્ય પર પડતી અસર વિશે પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસને આગળ વધારતા ગુજરાત અને નોર્વે કરાર હેઠળ દમણ ગંગા અને તાપી નદી માંથી પાણીના સેમ્પલ લઈને તેનું અધતન મશીનરી દ્વારા વિવિધ લેબમાં સંશોધન કરવામાં આવશે.
