Skip to main content
Settings Settings for Dark

ફિક્સ પે પગાર કર્મચારીઓના પગારમાં વધારો થતાં જામનગર સહિત સમગ્ર રાજ્યભરના કર્મચારીઓમાં ખુશીનો માહોલ

Live TV

X
  • ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પે પગાર કર્મચારીઓના પગારમાં આશરે 30% ટકા જેટલો વધારો કરતા જામનગર સહિત સમગ્ર રાજ્યભરના ફિક્સ પે કર્મચારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને દિવાળી પહેલા જ રાજ્ય સરકારે જાણે ફિક્સ પે કર્મચારીઓને દિવાળીની ભેટ આપી હોય તેમ જામનગરમાં ફિક્સ પે ના કર્મચારીઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારી ઉજવણી કરી હતી.

    ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગર સહિત રાજ્યભરના ફિક્સ પે પગારના કર્મચારીઓમાં પગારમાં આશરે 30 ટકા વધારો કર્યો છે. જેના પગલે જામનગરમાં જીજી હોસ્પિટલ ખાતે ફિક્સ પે નર્સિંગ કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણય વધાવીને ઉજવણી કરવામાં આવી હતી.

    તમામ ફિક્સ પે કર્મચારીઓ દ્વારા એકબીજાને મોં મીઠુ કરાવી અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને આવકાર્યો હતો. જ્યારે રાજ્ય સરકારે દિવાળી પહેલા જ ફિક્સ પે ના કર્મચારીઓને જે ભેટ આપી છે તે બદલ કર્મચારીઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

    આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply