Skip to main content
Settings Settings for Dark

CM ભૂપેન્દ્ર પટેલ મુંબઈની મુલાકાતે, ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સત્રમાં ભાગ લેવા પહોંચ્યા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈના પ્રવાસે છે. મુંબઈમાં ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સમારોહમાં  સત્રમાં ભાગ લેવા પહોંચ્યા. ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રાલય દ્વારા આયોજિત આ ત્રિદિવસીય સમિટનો પ્રારંભ 17મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં થયો હતો. આજે આ સમિટનું સમાપન થવાનું છે. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેન્દ્રિય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોરટરવેયઝ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ સમિટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું જેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો અને આજે  બપોરે મુંબઈમાં યોજાનારા સમિટના વેલિડિક્ટરી સેશનમાં તેઓ ભાગ લેશે.

    આ ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. સાથે જ  ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી પિયુષ ગોયલ તથા પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ હાજર રહેશે. તો આ સમિટના સમાપન સમારોહમાં ભાગ લઈને મુખ્યમંત્રી સાંજે ગાંધીનગર પરત આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply