વેરાવળ -બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે બોર્ડની મંજૂરી
Live TV
-
વેરાવળ- બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19204) વેરાવળથી દર શુક્રવારે 17:15 કલાકે ઉપડશે જ્યારે બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19203) બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી દર શનિવારે 19:25 કલાકે ઉપડશે.
રેલવે બોર્ડે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન વેરાવળ સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે. વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન દર શુક્રવારે વેરાવળ રેલવે સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ સ્ટેશન સુધી દોડશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ મશૂક અહમદના જણાવ્યાં અનુસાર આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે.
વેરાવળ- બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19204) વેરાવળથી દર શુક્રવારે 17:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે શનિવારે બાંદ્રા ટર્મિનસ 15:50 કલાકે પહોંચશે. તેવી જ રીતે, બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19203) બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી દર શનિવારે 19:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે 13:10 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ હશે.
આ ટ્રેન જુનાગઢ, જેતલસર, વડીયા, દેવળી, કુંકાવાવ, લુણીધાર, ચીતલ, ખીજડીયા, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
