બનાસકાંઠાઃ મોટા ગામના એક જવાન ફરજ દરમ્યાન થયા શહીદ
Live TV
-
બનાસકાંઠા જિલ્લાના મોટા ગામના વધુ એક આર્મી જવાન ફરજ દરમ્યાન શહીદ થયા છે. પાલનપુર તાલુકાના મોટા ગામના હડિયોલ મહેન્દ્રસિંહજી છેલ્લાં દસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતાં હતા.
હાલ ઓરિસ્સા ખાતે ટ્રેનિંગ ઇન્સ્પેકટર તસરિજે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ અઠવાડિયા અગાઉ જ રજા પૂર્ણ કર્યા બાદ ફરજ પર પરત ફર્યા હતા. પરંતુ ન્યુમોનિયા ના લીધે તેમને ઓરિસ્સામાં આર્મી હોસ્પિટલના ખસેડાયા હતા. જ્યાં તેઓએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતાં. ત્રીજી જાન્યુઆરીએ મૃત્યુ થયેલ જવાન મહેન્દ્રસિહને આજે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રાજકીય સન્માન સાથે ભાવભરી અંતિમ વિદાય અપાઈ હતી.
