FONT SIZE
RESET
16-10-2019 | 4:20 pm
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગામી 17મી નવેમ્બરે પરીક્ષા યોજવાની કરી જાહેરાત
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 12 અને ગ્રેજ્યુએટ તમામ યુવાનો, બિન સચિવાલયની પરીક્ષા આપી શકશે. જેના પરિણામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. આ સાથે સરકાર દ્વારા, પરીક્ષાની નવી તારીખ આગામી 17 નવેમ્બર જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા માટેની હોલ ટીકીટ, વિધાર્થી આજથી ડાઉનલોડ કરી શકશે. મહત્વનું છે કે, 20મી ઓક્ટોબરના રોજ બિન સચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાવાની હતી. જેને અનિવાર્ય સંજોગોના કારણે રદ્દ કરવામાં આવી હતી. પરંતુ સામાજીક આગેવાન તેમજ વિદ્યાર્થી પરિષદની રજૂઆતને ધ્યાનમાં રાખીને , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો
મોરબીના યુવાનોએ વિશેષ રીતે દિવાળીની ઉજવણી કરવાનું કર્યું નક્કી
Previous Story
ગુજરાતની 6 બેઠકો માટેની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં
Next Story