Skip to main content
Settings Settings for Dark

બોટાદ: 26 ફેબ્રુઆરીના રોજ યોજાશે ભરતીમેળો, હેલ્પર/મશીન ઓપરેટરની જગ્યા માટે થશે ભરતી

Live TV

X
  • હેલ્પર/મશીન ઓપરેટરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

    બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હેતુસર શિવધારા સ્પીનર્સ એન્ડ સ્પીનર્સ પ્રા.લી. દ્વારા હેલ્પર/મશીન ઓપરેટરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમેળામાં 18થી 35 વર્ષની ઉંમર ધરાવતા રોજગાર ઇચ્છુકો અરજી કરી શકશે. ધોરણ 10 અને 12ની  લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકોએ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે હાજર રહેવું.

    આ ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ વેબપોર્ટલ પર આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધણી કરવાની રહેશે. રોજગાર મેળવવા માંગતા યુવાઓએ રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા પછી પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં કલિક કરીને તમામ જરૂરી વિગતો ફીલઅપ કરવી. રોજગાર વાંચ્છુઓ આ સંબંધે વધુ માહિતી મેળવવા માટે બોટાદની જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરી શકે છે.

    ભરતીમેળાનું સ્થળ- શિવધારા સ્પીનર્સ એન્ડ સ્પીનર્સ ભાવનગર, રાજકોટ હાઇવે, ઢસા, તા.ગઢડા, જિ.બોટાદ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
apply