ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજનું ડે.સીએમ નીતિન પટેલે લોકાર્પણ કર્યું
Live TV
-
અષાઢી બીજના પવિત્ર દિવસે ભરૂચ અને અંકલેશ્વરના નાગરિકો સહિત લાખો વાહનચાલકોને 'નર્મદામૈયા પુલ'ના રૂપે નવુ નજરાણું મળ્યું છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજનું કામ પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરાયું હતું..આ સાથે ભરૂચ-અંકલેશ્વર-ઓ.એન.જી.સી રસ્તા પર રૂપિયા 14.50 કરોડના ખર્ચે બનનાર ત્રણ માર્ગીય બોક્ષ ક્લવર્ટના કામની તકતીના અનાવરણ કરાયું હતું. સાથે જ જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા 222 કરોડના ખર્ચે ગ્રામ્ય માર્ગો અને રાજ્ય માર્ગોના કામોનું ખાતમુહુર્ત કરી, નાયબ મુખ્યમંત્રીએ ભરૂચ શહેર અને જિલ્લાના પ્રજાજનોને વિકાસકાર્યોની ભેટ ધરી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગે રૂ. 20 હજાર કરોડના વિકાસકામો કર્યા છે. આ પ્રસંગે જંબુસરને દહેજ પોર્ટ સાથે 66 કરોડના ખર્ચે બ્રિજ બનાવી જોડવામાં આવશે તેવી નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.
