ભરૂચ: નર્મદા નદી પર બનેલા બ્રિજનું આવતીકાલે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
Live TV
-
ભરૂચ જિલ્લામાં સ્થિત નર્મદા નદીને પસાર કરવા ભરૂચ નજીક નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પરના બ્રિજમાં હંમેશાથી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. પરંતુ આવતીકાલથી ભરૂચને આ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળવા જઈ રહી છે. ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે આવતીકાલે એટલે કે 12 મી જુલાઈ ને સોમવારના રોજ આ નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ નવનિર્મિત બ્રીજનું આવતીકાલે લોકાર્પણ કરશે. આ બ્રિજ શરુ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ અવર – જવર માટે હંમેશાથી સર્જાતી ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને વાહન વ્યવહારને વેગ મળશે.
