ભરૂચ રેલવે સ્ટેશન પર ગેલ ઈન્ડિયા કંપની દ્વારા મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ
Live TV
-
ગેલ કંપની દ્વારા 1 તારીખથી લઇ 15 તારીખ સુધી ભરૂચ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવશે.
ભરૂચ રેલવે સ્ટેશન પર ગેલ ઈન્ડિયા કંપની ગંધાર દ્વારા ટ્રેનમાં મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવા આવ્યું હતું. દરેક ટ્રેનમાં આવતા મહિલા કોચમાં તેમજ શાળા કોલેજની અપડાઉન કરતી વિદ્યાર્થિનીઓને મફતમાં સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારતભરમાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી દ્વારા સ્વચ્છતા પર ઘણો ભાર મુકાયો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ગંધાર સ્થિત ગેલ ઇન્ડિયા કંપની દ્વ્રારા મહિલાઓમાં જાગૃતિ આવે અને મહિલાઓ પોતાના ઘર અને આગણાંને સ્વચ્છ રાખે, ઉપરાંત પોતાના શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા દરમિયાન પણ પોતાના શરીરને સ્વચ્છ રાખી શકે તેની સમજણ પણ આપવામાં આવી હતી.
જે મહિલાઓ નેપકીનની જગ્યાએ કપડાંનો વપરાશ કરતી હોય છે તેનાંથી શું તકલીફ થાય છે તેમજ સેનેટરી નેપકીન વાપરવાથી શું ફાયદા થાય છે તે અંગે વિસ્તૃત જાણકારી ગેલ ઇન્ડિયા કંપનીના ડોકટર અને કંપનીના મહિલા કર્મચારીઓએ ટ્રેનના કોચમાં બેસેલી મહિલાઓને સમજાવી અને પેડની ઉપયોગીતા વિશે જાણકારી આપી હતી..
સેનેટરી નેપકીન વાપરવામાં તેમજ તેના ઉપયોગમાં પણ ઘણી મહિલાઓ હજુ શરમ સંકોચ અનુભવે છે. જે દૂર કરવા ગેલ કંપની દ્વારા 1 તારીખથી લઇ 15 તારીખ સુધી ભરૂચ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવશે. તેમજ સેનેટરી પેડનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ માહિતી અંતરિયાળ વિસ્તારની મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે.
