ભરૂચ GIDC કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 કામદારોના મોત
Live TV
-
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં આરએસપીએલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે.
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં આરએસપીએલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સવારે 5.30ના સુમારે આ કંપનીમાં બ્લાસ્ટ થતાં આજુબાજુ ખળભળાટ મચી ગયો હતો.
કંપનીમાં રાખવામાં આવેલા ટેન્કરમાંથી કેમિકલ અનલોડિંગ કરતા સમયે અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો હતો. આ કારણોસર યુનિટમાં અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનામાં ત્રણ કામદારોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવ બનતા ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બ્લાસ્ટ થવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.
