Skip to main content
Settings Settings for Dark

ભુજ કોર્ટે તત્કાલિન DYSP મનોજ નીનામાને સજા ફટકારી

Live TV

X
  • કચ્છના એક વ્યક્તિને જમીનના કેસમાં ખોટી રીતે માર મારવાના મામલે ,ભુજ કોર્ટે તત્કાલિન DYSP મનોજ નીનામાને સજા ફટકારી છે.

    કચ્છના એક વ્યક્તિને જમીનના કેસમાં ખોટી રીતે માર મારવાના મામલે ,ભુજ કોર્ટે તત્કાલિન DYSP મનોજ નીનામાને સજા ફટકારી છે.હાલ ગુપ્તચર વિભાગના ,SP તરીકે ફરજ બજાવતા મનોજ નીનામાને 1 વર્ષની જેલ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે.એડિશનલ ચીફ જજ વી.ડી.મોઢે ,IPC કલમ 323 હેઠળ ,નીનામાને દોષી માની સજાની જાહેરાત કરી હતી.આ સાથે કોર્ટે ફરિયાદીને રૂપિયા 10 હજારનું વળતર આપવા માટે પણ હૂકમ કર્યો છે.આ તરફ મોટા પોલીસ અધિકારીને સજા થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.મહત્વનું છે કે વર્ષ 2001માં જમીનના મામલામાં મોહમંદ ઈસ્માઈલ નામના વ્યક્તિને ભુજ સિટી પોલીસ મથકે સતત 2 દિવસ બોલાવી માર મારવાનો આરોપ મનોજ નીનામા પર લાગ્યો હતો.આ અંગે મોહમંદ ઈસ્માઈલે ભુજની ચીફ કોર્ટમાં પ્રાઈવેટ ફોજદારી દાખલ કરાવી હતી.આમ 18 વર્ષના લાંબા સમયગાળા બાદ પણ અંતે ફરિયાદીને ન્યાય મળ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply