ભૂજમાં સુરલભિટ ખાતે વાડામાં બ્લાસ્ટ, 1 યુવાનનું મોત
Live TV
-
કચ્છના ભૂજમાં સુરલભિટ ચાર રસ્તા પાસે વાડામાં બ્લાસ્ટ થતાં જગદીશ રામજી ભાનુશાલી નામના યુવાનનું મોત થયું છે.
આજે રાજ્યમાં બે સ્થળો પર બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. કચ્છના ભૂજમાં સુરલભિટ ચાર રસ્તા પાસે વાડામાં બ્લાસ્ટ થતાં જગદીશ રામજી ભાનુશાલી નામના યુવાનનું મોત થયું છે.
આ બનાવની થતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સુરલભિટ ચાર રસ્તા પાસે એક ભંગારની દુકાનમાં ત્રણ લોકો ભંગાર તોડી રહ્યા હતા ત્યારે અચાનક ધડાકો થયો હતો.
આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, મૃતક ભંગારીયાનું શબ દૂર જઈને પડ્યું હતું. આ બનાવની જાણ થતાં SOG અને ભૂજ બી ડિવિઝન પોલીસ તેમજ ફોરેન્સીક ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં આરએસપીએલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સવારે 5.30ના સુમારે આ કંપનીમાં બ્લાસ્ટ થતાં આજુબાજુ ખળભળાટ મચી ગયો હતો.
