Skip to main content
Settings Settings for Dark

સોલા ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનો આજથી પ્રારંભ, સર્વરોગ નિવારણનો યોગાભ્યાસ કરાવાશે

Live TV

X
  • પતંજલિ યોગ સમિતિ તથા ભારત સ્વાભિમાન ટ્રસ્ટ દ્વારા અમદાવાદના સોલા ખાતે ફ્રીમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

    પતંજલિ યોગ સમિતિ તથા ભારત સ્વાભિમાન ટ્રસ્ટ દ્વારા અમદાવાદના સોલા ખાતે ફ્રીમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા આયોજીત ચાર દિવસીય નિશુલ્ક યોગ શિબિરનો પ્રારંભ આજે અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યો છે.

    આપણા ઋષિમુનીઓ યોગ, આર્યુવેદ અને ધ્યાનના સહારે સ્વસ્થ જીવન જીવતા હતા. આજે તો યોગની પ્રસિદ્ધિ ભારતની સાથે સાથે વિશ્વમાં થવા લાગી છે. જો કે આજનું બેકાળુ જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના કારણે રોગો વધી રહ્યા છે. જો કે તેમ છતાં શરીર તંદુરસ્ત રાખવાનું સમાધાન યોગ પાસે છે.

    આ શિબિરના સંચાલક શ્રી શીશપાલજી દ્વારા આજે મેદસ્વીતા અને સર્વરોગ નિવારણના યોગાભ્યાસ કરાવ્યો હતો. આ શિબિરમાં ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલ, બાબુભાઈ પટેલ તથા ગોતાના કોર્પોરેટ બીપીન પટેલ સહિત ભાજપના કાર્યકરોએ ભાગ લઈ સ્વસ્થ જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply