ISROના 32 નંબરના રિસર્ચ સેન્ટરમાં લાગી આગ, બે કલાકે કાબૂ મેળવાયો
Live TV
-
બપોરના સમયે લાગેલી ભીષણ આગના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદ સ્થિત અવકાશ સંશોધન કેન્દ્ર એટલે કે ઈસરોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. બપોરના સમયે લાગેલી ભીષણ આગના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતા જોઇને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનો જહેમત કરી રહ્યાં છે. પ્રાથમિક જાણકારી મુજબ 32 નંબરના રિસર્ચ સેન્ટરમાં આગ લાગી હતી. જોત જોતોમાં આગને કારણે ધુમાડાના ગોટેગોટા સર્જાઈ ગયા હતા.
કલેક્ટર સહિતનું વહીવટીતંત્ર ઈસરો પહોંચી ગયું હતું. જીલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે પણ આગ બુઝાવવાની કામગીરીના નિરીક્ષણ માટે પહોંચી ગયા હતાં. આગની આ ઘટનામાં સીએસઆઇફએનો એક જવાન દાઝ્યો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.
ઈસરોમાં ફાયરબ્રિગેડની સાથેસાથે અગમચેતીના ભાગરૂપે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઇ હતી. જો કે બે કલાકની જેહમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો તેમજ હાલમાં કુલીંગની કામગીરી થઇ રહી હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.
