ભાવનગરઃ પ્લાસ્ટિક મુક્ત મહુવા બનાવવા હાથ ધરાયું અનોખુ અભિયાન
Live TV
-
૩ જૂલાઈને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાનું મહુવા શહેર તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકા અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે.
૩ જૂલાઈને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. લોકોમાં પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગે જાગૃતિ ઉભી કરવાના ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દિવસના પરિણામે હવે સ્થાનિક સ્તરે જાગૃતિ ઉભી થઈ રહી છે. ભાવનગર જિલ્લાનું મહુવા શહેર તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા અનોખુ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકા અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવો જ એક સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહુવા નગરપાલિકામાં વિદ્યાર્થીઓ, આગેવાનો અને સામાજિક સંગઠનોએ કુલ 18 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત કરી 'ક્લીન મહુવા' નું સપનું સાકાર કરવાની દિશામાં આગળ વધ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરમાં સામાન્ય નાગરિકો તેમજ શ્રમજીવીઓ વેસ્ટ પ્લાસ્ટિક જમા કરાવી વળતરરુપે રુપિયા અથવા ખાતર પણ મેળવી શકે છે. અહીં એક કિલો વેસ્ટના બે રુપિયા,પ્લાસ્ટીક બોટલના એક કિલો વેસ્ટના 23 રુપિયા, દૂધ-છાશની થેલીના એક કિલો વેસ્ટના વળતરમાં 10 રુપિયા ચુકવવામાં આવે છે. તેમજ અહીં નિયમિત રીતે પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનારા લોકોને કાપડની થેલી સહિતની વસ્તુઓ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.