Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 વ્યક્તિના મોત, 4 ગંભિર રીતે ઈજાગ્રસ્ત

Live TV

X
  • હિટ એન્ડ રનની ઘટનામાં 3 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા અને ચાર લોકો ગંભિર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

    ભાવનગરમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. વહેલી સવારે રાજપરા ખોડિયારથી પરત ફરી રહેલા 7 પદયાત્રીઓ પર ટ્રક ફરી વળી હતી. હિટ એન્ડ રનની ઘટનામાં 3 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા અને ચાર લોકો ગંભિર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં ગુનો હાથ ધરીને અકસ્માત કરીને નાસી છૂટેલા ટ્રક ડ્રાઇવરની તપાસ હાથ ધરી હતી.

    વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનાથી હાઈવે સમસમી ઉઠ્યો હતો. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામથી 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગરના રાજપરા ખોડીયાર મંદિર તરફ આવી રહ્યો હતો. એ સમયે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા વાહને કહેર વરસાવ્યો હતો. પગપાળા જઈ રહેલા યાત્રાળુઓને વાહન ચાલકે અડફેટે લીધા હતા, જેમાં સાત યાત્રાળુઓને ટક્કર મારી હતી. આ ટક્કરમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા પર મોત થયા છે. તો કેટલાક યાત્રાળુઓને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જીને અજાણ્યા વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ચૂક્યો હતો. ઈજાગ્રસ્ત યાત્રાળુઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુઓનું મોત થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply