રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસ્યો કમોસમી વરસાદ
Live TV
-
જૂનાગઢ, મોરબી, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત
રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ અનેક વિસ્તારમાં તેજ ગતિએ પવન ફુંકાયો હતો. ત્યારે અમદાવાદમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. કમોસમી વરસાદની સંભાવના વચ્ચે પાક નુકસાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદને લઈ હવામાન વિભાગ તરફથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના વિસાવદરમાં અને મોરબી જિલ્લાના અનેક વિસ્તારમાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. તેમજ દ્વારકાના ભાણવડમાં તેજ ગતિએ ફુંકાયો પવન ફુંકાયો હતો. ઉપરાંત હળવદ, ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાણવડના ગુંન્દા તેમજ રોજીવાદા ગામે ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. અંબાજીના અનેક પંથકમાં વરસાદ વરસ્યો હતો જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની સાથે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો અરવલ્લી જિલ્લાના ભીલોડા સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદન ખાબક્યો હતો.
