Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં 6 અને 7 ફેબ્રુઆરીના રોજ '70ની નાની અને 70નો જોશો' ચિત્ર પ્રદર્શન યોજાશે

Live TV

X
  • ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉલ્કાના નામથી અનેક કાવ્ય રચનાના રચિયતા, લેખક અને ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અગ્રીમ હરોળના ગણનાપાત્ર એવા સ્વ.મહેન્દ્ર ગોહિલની ઈચ્છા પૂર્તિ કરવા એમના પત્ની ભારતીબેન ગોહિલ અને દોહિત્ર જોશોના ચિત્રોનું એક પ્રદર્શન તા.6 અને 7 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી સાંજે 7 સુધી ખોડીદાસ પરમાર આર્ટગેલેરી, સરદારનગર સર્કલ, ભાવનગર યોજાનાર છે.

    મૂળ ભાવનગરના અને સમગ્ર ગુજરાતમાં પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે મોટું ખેડાણ કરનાર પીઢ પત્રકાર મહેન્દ્રભાઈ ગોહિલ તાજેતરમાં થોડા મહિનાઓ પહેલા અવસાન પામ્યા છે. તેઓ અનેક પત્રકારો માટે હરતી ફરતી વિશ્વવિદ્યાલય સમાન હતા. તેમના આગામી જન્મ દિવસ નિમિત્તે તેમની સેવેલી ઈચ્છા અનુસાર તેમના ધર્મપત્ની ભારતીબેન ગોહિલ અને તેમના દોહિત્ર 70 માસના જોશો દ્વારા બનાવેલ ચિત્રોનું એક પ્રદર્શન આયોજીત કરાયું છે. આ ચિત્ર પ્રદર્શનને નિહાળવા કલા રસિક જાહેર જનતાને આમંત્રિત કરાઈ છે. 

    ચિત્ર પ્રદર્શનની મુલાકાત દરમિયાન નગરજનોને સરકારની કોરોના ગાઈડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ પાલન કરવા અનુરોધ કરાયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply