Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ કરાઇ શરૂ

Live TV

X
  • રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના પડઘમ વાગી ચુકયા છે, તેના તૈયારીઓના ભાગ રુપે સાબરકાંઠા જીલ્લામાં પણ સરકારી વહીવટીતંત્ર દ્વારા ચુંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

    રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના પડઘમ વાગી ચુકયા છે, તેના તૈયારીઓના ભાગ રુપે સાબરકાંઠા જીલ્લામાં પણ સરકારી વહીવટીતંત્ર દ્વારા ચુંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. રાજયમાં તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીઓ માટે હવે જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ સરકારી વહીવટી તંત્ર પણ ચુંટણીઓની તૈયારીઓના ભાગરૂપે સાબરકાંઠા જીલ્લામાં પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી, વિજયનગર તથા પોશીનામાં તાલીમનો દોર શરુ થઈ ગયો છે. 

    ખેડબ્રહ્મા વિભાગના નાયબ કલેક્ટર એચ.યુ. શાહે જણાવ્યુ હતું કે, તાલીમમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, મહીલા પોલીંગ ઓફિસરની નિમણુક પામેલા કર્મચારીઓને ચુંટણી સંબંધી જનરલ તાલીમની સાથે ઈવીએમની હેન્ડઝોન તાલીમ પણ આપવામાં આવી રહી છે, તાલીમ દરમ્યાન સાથે કોવીડ-19 ના લીધે સેનેટાઈઝર તથા માસ્કની પણ સુચના આપવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply