ભુજની જી કે જનરલ હોસ્પિ.માં 13 દિવસમાં 20 બાળકોના મોત
Live TV
-
ભૂજ કલેક્ટર દ્વારા જે કે જનરલ હોસ્પિટલના સંચાલકો પાસેથી તમામ રિપોર્ટ મંગાવ્યો
13 દિવસમાં 20 બોળકોના મોત મામલે ભુજમાં આવેલ જી કે જનરલ હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે. ભૂજ કલેક્ટર દ્વારા જે કે જનરલ હોસ્પિટલના સંચાલકો પાસેથી તમામ રિપોર્ટ મંગાવ્યો છે. જીલ્લા કલેક્ટરે ભુજમાં આવેલ પ્રખ્યાત જી. કે. જનરલ હોસ્પિટલના સંચાલકો સામે લાલ આંખ કરી છે. કલેક્ટરે 13 દિવસમાં 20 બાળકોના મોત મામલે મળેલ ફરિયાદના પગલે જી કે જનરલ હોસ્પિટલના સંચાલકો પાસેથી આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે. કલેક્ટરે મીડિયાને જણાવ્યું કે, બાળકોના મોત મામલે તંત્ર ગંભીર છે, જો ફરિયાદ સાચી પુરવાર થશે તો જરૂરથી પગલા ભરવામાં આવશે. અમે હોસ્પિટલ પાસેથી હાલમાં રિપોર્ટ મંગાવ્યો છે, હું તેનો અભ્યાસ કરીશ.
થોડા સમય પહેલા જી કે જનરલ હોસ્પિટલમાં 13 દિવસમાં 20 બાળકોના મોત થયાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. કોંગ્રેસ અને મૃત્યું પામેલ બાળકોના પરિવારજનો દ્વારા આ મામલે પગલા ભરવા માટે કલેક્ટરને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જોકે જી કે જનરલ હોસ્પિટલના સંચાલકો દ્વારા આ આક્ષેપને પાયાવિહોણો કહી ફગાવી દેવામાં આવ્યો હતો. આ મુદ્દે ડો. જ્ઞાનેશ્વર રાવે જણાવ્યું હતું કે, આ અંગે એક જ દિવસમાં સાત બાળકોના મૃત્યુની માહિતી ફેલાવામાં આવેલ છે જે વાત સત્યથી વેગળી છે. જી.કે.જી.એચ.
હોસ્પીટલના એનઆઈસીયુમાં જન્મ સમયે ઓછુ વજન ધરાવતા, અધૂરે મહીને જન્મેલા, જન્મ સમયે શ્વાસ, કમળો જેવી ગંભીર બીમારી ધરાવતા નવજાત શિશુનો મૃત્યુઆંક સમગ્ર ગુજરાતની ડીસ્ટ્રીક હોસ્પિટલો પૈકી ઓછામાં ઓછા છે. વધુમાં પ્રતિ આક્ષેપ સાથે મેનેજમેન્ટે ઉમેર્યુ હતુ કે, અમુક જૂથો દ્વારા હોસ્પિટલની કામગીરીમાં વારંવાર ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના કારણે હોસ્પિટલના અન્ય દર્દીઓની સારવારમાં વિક્ષેપ પડે છે.
