સાણંદ ઇમેજીંગ સેન્ટરના સોનોગ્રાફી મશીન સીલ કરાયા
Live TV
-
ગર્ભ પરિક્ષણ કરતી ધોળકા, સાણંદ, અને અમદાવાદની હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા.
રાજ્યકક્ષાએથી ગુજરાત રાજ્યમાં ઓછા સેક્સ રેશીપોને ધ્યાને લઇ પીસી એન્ડ પીએનડીટી એક્ટના કડક અમલીકરણની સૂચના આપવામાં આવેલ તે બાદ પણ ગર્ભ પરિક્ષણ કરતી ધોળકા, સાણંદ, અને અમદાવાદની હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે, જેમાં કરૂણા મેડીકલ ટ્રસ્ટ, જનતા સાર્વજનિક હોસ્પિટલ, તેમજ સાણંદ ઇમેજીંગ સેન્ટરના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ દ્વારા ગત માસે 35 હજાર કરતા વધારે ફોર્મ એફનું જાત નિરીક્ષણ કરી, ક્ષતી મુજબ ફોર્મ એફ અલગ તારવી આ અંગે કાર્યવાહી કરી હતી.
