ભુજ માર્કેટ યાર્ડમાં વરસાદથી અનાજને બચાવવા 14 એકરમાં 3 શેડ ફાળવવામાં આવ્યા
Live TV
-
ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ વરસાદ ખેંચાયો હતો, પરંતુ ફરી એક વાર હવે જયારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થઇ રહ્યો છે, ત્યારે કચ્છમાં વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં મુકેલા અનાજને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજમાં એક ઘરમાં 3 શેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વેપારીઓ લાંબા સમય સુધી અહીં અનાજ સંગ્રહિત કરી શકશે. ભુજ APMC માર્કેટ યાર્ડ ખાતે વરસાદથી અનાજ ન બગડે તે માટે યાર્ડમાં 14 એકરમાં આ 3 શેડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે શાકભાજી વિભાગ માટે 5 એકરમાં એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડમાં અત્યાર સુધી તબક્કાવાર 200 જેટલા ગોડાઉન બનાવવામાં આવ્યા છે.
ભુજ APMC માર્કેટ યાર્ડના સેક્રેટરી શંભુ બરાડિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હાલમાં ચોમાસું ચાલી રહ્યુ છે, ત્યારે વરસાદના કારણે અનાજને નુકસાન ન થાય તે માટે આ શેડનું આયોજન કરાયુ છે.
