મનસુખ માંડવિયાએ સુરતની કિરણ હોસ્પિટલમાં કેન્સરના મશીનનું ઉદ્દઘાટન કર્યું
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સુરતની એક દિવસની મુલાકાતે હતાં, જ્યાં તેમણે કિરણ હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કેન્સરના મશીનનું ઉદ્દઘાટન કર્યું હતું.
આ દેશનું સૌ પ્રથમ ETHOS થેરાપી મશીન છે જે, કેન્સરના ઈલાજ માટે મહત્વનું છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત પોતાના હેલ્થ સેક્ટરમાં સુધારા કરી રહ્યું છે. અગાઉના વર્ષો કરતા અત્યારે હેલ્થ સેક્ટરમાં વધુ કામગીરી થઈ રહી છે. કોરોનામાં દેશે ઉત્તમ કામગીરી કરી છે.
આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતની આરોગ્ય સેવાઓ ઉત્તમ છે. ખાસ કરીને હાલ ગુજરાત મેડિકલ ટુરીઝમનું હબ બન્યું છે, ગુજરાતની આરોગ્ય સેવા ઉત્તમ હોવાનું દર્શાવે છે. સરકારી કે સંસ્થાઓની હોસ્પિટલ તમામ સ્થળોએ મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે.
