મહાબળેશ્વરની ઓળખ એવી સ્ટ્રોબેરીની ખેતી હવે ડાંગમાં થશે
Live TV
-
મહાબળેશ્વરની ઓળખ એવી સ્ટ્રોબેરીની ખેતી હવે ડાંગમાં પણ થશે. ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રમાં થતી પણ ડાંગમાં ખેડૂતોને અનુકૂળ વાતાવરણ મળવાના કારણે ઓક્ટોબરથી ફ્રેબુઆરી સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવી હતી. ડાંગના ગલકુંડ, બરડ પાણી, ભૂરા પાણી દભાસ અને બરમ્યા વડ ગામોમાં ચાલુ વર્ષે ખેડૂતોએ મળીને 5 એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે.
