મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ચેકડેમ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી. જરુર પડે તો ચેકડેમનું સમારકામ કરવા તથા ચેકડેમ બનાવવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કેબિનેટમાં કોરોનાની સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી. રસીના ડોઝ બગાડવાના મામલે આરોગ્ય મંત્રી ઋશિકેષ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રસીના એક પણ ડોઝ નથી બગડયા. સીરમ ઈન્સ્ટિટ્યુટ તરફથી જે ડોઝ મળ્યા તેનો પૂર્ણ ઉપયોગ થયો છે.
