Skip to main content
Settings Settings for Dark

મહિસાગર: દીકરીના નામની બનાવી નેમ પ્લેટ, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગ

Live TV

X
  • દીકરીના નામની પ્લેટ ઘર બહાર લગાવી અનોખી રીતે સન્માન આપવામાં આવ્યું

    પ્રધાનમંત્રી અને રાજ્ય સરકાર દ્વારા દીકરીના રક્ષણ અને વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં લાવી રહ્યા છે અને સમાજમાં રહીને મદદરૂપ બનતા સામાજિક કાર્યકરો અને સેવાભાવિ સંસ્થાઓ પણ આ કાર્યોમાં જોડાઈ ; સરકારની નાની બાળકીથી લઇ મહિલાઓ માટે જે યોજનાઓ લોકો સુધી પહોંચાડે છે. મહિસાગરના લુણાવાડામાં બેટી બચાવો બેટી પઢાઓ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત લુણાવાડાની સમાજસેવી મહિલાઓએ દીકરીના નામની નેમ પ્લેટ બનાવી તેમના ઘર બહાર લગાવી અનોખો ચીલો ચાતર્યો  હતો. રાજ્યમાં પહેલી ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત સમાજ સેવી મહિલા કાર્યકર સોનલ પંડ્યાની આગેવાનીમાં બેટી બચાવો બેટી પઢાઓના સ્લોગન સાથે દીકરીના નામની પ્લેટ ઘર બહાર લગાવી અનોખી રીતે સન્માન આપવામાં આવ્યું.ઘર બહાર પોતાના નામની નેમ પ્લેટ જોઇને દીકરીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply