મહીસાગરના વહીવટી તંત્ર દ્વારા ડાયનોસોર ફોસિલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
Live TV
-
રાજ્યમા કોરોના સંક્રમણ ઘટતા મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાયનોસોર ફોસિલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામા આવ્યો છે. આ આગાઉ જિલ્લામા કોરોનાના કેસ જોતા આ પાર્ક 12 એપ્રિલથી અત્યાર સુધી બંધ કરવામા આવ્યો હતો. નોધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જિલ્લામા કોરોના સંક્રમણ ઘટ્યુ છે તથા અત્યારે જિલ્લામા એકપણ કોરોનાનો એક્ટિવ કેસ સામે આવ્યો નથી. જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલ આ પાર્ક ફરી શરુ થતા સહેલાણીઓમા ખુશી જોવા મળી હતી.
