મહેસાણા જિલ્લાનાં વડનગરમાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગનાં ખોદકામ દરમિયાન બે હજાર વર્ષ જૂનો કોટ મળી આવ્યો
Live TV
-
મહેસાણા જિલ્લામાં આવેલ ઐતિહાસિક ધરોહર એવા વડનગરમાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગનાં ખોદકામ દરમિયાન બે હજાર વર્ષ જૂનો કોટ મળી આવ્યો છે. આ કોટ મળતા અહીં કોઈ પ્રજાતિ વસવાટ કરતી હશે તેવું જાણવા મળી રહ્યું છે. આ સિવાય કેટલાક જૂના બાંધકામ પણ મળ્યા, જેમાં ગટર અને દિવાલ સહિતનાં આકારો પણ છે. વડનગરમાં છેલ્લા ઘણાં વર્ષોથી પુરાતન વિભાગ દ્વારા ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં બૌદ્ધ મઢ અને બૌદ્ધ વિહાર સહિતનાં અવશેષો મળી આવ્યા છે ત્યારે વધુ એક વાર પુરાતત્વ વિભાગને વર્ષો જુના સિક્કા સહિતનાં અવશેષો મળી આવ્યા છે.