સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરું
Live TV
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતનાં પક્ષોનાં ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે 28 ફેબ્રુઆરીએ યોજાનારી 81 નગર પાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું જાહેરનામું 08 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પણ પ્રક્રિયા શરૂ થઈ જશે, તો મહાનગર પાલિકાની ચૂંટણી માટેનાં ઉમેદવારી પત્રોની આજે ચકાસણી પ્રક્રિયા શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ શહેરમાં 48 વોર્ડમાંથી કુલ 1161 ફોર્મ ભરાયા છે અને ફોર્મ પાછા ખેંચાયા બાદ આવતીકાલે 9 ફેબ્રુઆરીએ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જ્યારે 21મી ફેબ્રુઆરીએ મહાનગર પાલિકાની ચૂંટણી માટેનું મતદાન યોજાશે.