માટીના કુંડામાં વાવવાથી થોડા જ સમયમાં તુલસીના છોડમાં થશે રૂપાંતરીત ઈકો ફ્રેન્ડલી રાખડી
Live TV
-
રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આ વર્ષે બજારમાં અવનવી રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે. રાજકોટના બજારમાં આ વર્ષે ઈકો ફ્રેન્ડલી રાખડીઓએ આકર્ષણ જમાવ્યું છે. રક્ષાબંધન બાદ આ ઈકો ફ્રેન્ડલી રાખડી માટીના કુંડામાં વાવી દેવાથી થોડા જ સમયમાં તે તુલસીના છોડમાં રૂપાંતરીત થશે. નેચરોપેથ ડોક્ટરની સાથે પર્યાવરણ પ્રેમી એવા દીપ્તિ ગાંધીએ આ રાખડી તૈયાર કરી છે. દીપ્તિ ગાંધી તહેવારને અનુરૂપ ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવે છે. આ વર્ષે તેમણે ઈકો ફ્રેન્ડલી રાખડી બનાવી છે. રાખડીની વિશેષતા એ છે કે તેમાં સિડ પેપરનો ઉપયોગ થાય છે. સફેદ કલરના સિડ પેપરમાં તમે છોડના બીજને નરી આંખે જોઈ પણ શકો છો. આ સિડ પેપરને આકર્ષક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. ત્યાર બાદ આ રાખડીઓ તૈયાર થાય છે. આ વર્ષે તેમણે આવી 500 જેટલી રાખડીઓ બનાવી છે. જેમાંથી ૪૦૦ જેટલી રાખડીઓનું વિદેશમાં વેચાણ પણ થઈ ગયું છે. જો કે આ વર્ષે આ રાખડી માત્ર બાળકો માટે જ તૈયાર કરવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં તે યુવાનો માટે પણ તૈયાર કરવામાં આવશે
